માધાપરની બેંકમાં રીક્ષા ચાલકના ખાતામાં 47 દિવસમાં ઠગાઈના 7.74 કરોડ ઠાલવાયા.
માધાપરની બેંકમાં રીક્ષા ચાલકના ખાતામાં 47 દિવસમાં ઠગાઈના 7.74 કરોડ ઠાલવાયા.
Published on: 09th June, 2026

માધાપરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એક રિક્ષા ચાલકના ખાતામાં માત્ર ૪૭ દિવસમાં જ રૂ. ૭.૭૪ કરોડ જમા થતાં ભુજ સાયબર ક્રાઇમ પોલીસે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ‘આશાપુરા એન્ટરપ્રાઇઝ’ નામે ખોલાયેલા આ ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના નાણાંની હેરાફેરી માટે થતો હતો અને દેશના વિવિધ રાજ્યોમાંથી આ ખાતા વિરુદ્ધ ૪૭ ફરિયાદો નોંધાઈ હતી. રિક્ષા ચાલક મુકેશ ગજરાએ તેના સંબંધી ધીરજ ભાનુશાળી સાથે મળીને રૂ. ૫૦ થી ૬૦ હજારના કમિશનની લાલચે સાયબર માફિયાઓને આ ખાતું વાપરવા આપ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી સાયબર ગુનેગારોના દેશવ્યાપી નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.