નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં.
નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં.
Published on: 09th June, 2026

રાજપીપળામાં સરકારી સત્તાનો દુરુપયોગ કરી નિયમો વિરુદ્ધ જમીનની નોંધ મંજૂર કરવાના કેસમાં નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. બખર ગામની જમીનની અગાઉ રદ્દ થયેલી નોંધને ફરી મંજૂર કરીને રાજ્ય સરકારને રૂ. ૧.૨૯ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવાનું આ કૌભાંડ હતું. આ ગુના હેઠળ આરોપીને રાજપીપળાની અદાલતમાં રજૂ કરી ૮મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મેળવાયા હતા, જે પૂરા થતાં જ અદાલતના આદેશ અનુસાર હવે તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.