ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, ₹૭૦ લાખનો મુદ્દામાલ સીઝ.
ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, ₹૭૦ લાખનો મુદ્દામાલ સીઝ.
Published on: 24th May, 2026

છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાંથી મોટા પાયે થતા ગેરકાયદે રેતી ખનનની ફરિયાદો બાદ, બોડેલી તાલુકાના ખમાપુરા અને બાંગાપુરા ગામની સીમમાં રાત્રિ દરમિયાન દરોડો પાડવામાં આવ્યો. ખાણ-ખનીજ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને અંધારામાં ચાલતા રેતી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. ૧ જેસીબી, ૧ એસ્કેવેટર (હિટાચી) અને રેતી ભરેલી ૧ ટ્રક સહિત કુલ ₹૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિ કોઈપણ રોયલ્ટી પાસ કે સત્તાવાર પરવાનગી વગર ચાલતી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.