નર્મદા: ખુશીના લગ્નમાં કુંવરબાઇનું મામેરું યોજના લાવી અનોખી ખુશી.
નર્મદા: ખુશીના લગ્નમાં કુંવરબાઇનું મામેરું યોજના લાવી અનોખી ખુશી.
Published on: 09th June, 2026

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા અને છૂટક ફળ વેચીને ગુજરાન ચલાવતા યોગેશભાઈ માછીના પરિવાર માટે ગુજરાત સરકારની ‘કુંવરબાઇનું મામેરું યોજના’ આર્થિક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૫ના નવેમ્બરમાં આર્થિક સંકડામણને કારણે પરિવારે દીકરી ખુશીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવ્યા હોવા છતાં, કરિયાવર અને અન્ય પરચૂરણ ખર્ચના લીધે પિતા પર દેવું થઈ ગયું હતું. લગ્નના ગણતરીના દિવસોમાં જ આ યોજના અંતર્ગત ખુશીબેનને રૂ. ૧૨,૦૦૦ની સહાય મળતા પરિવારને લગ્નનું દેવું ચૂકવવામાં મોટી આર્થિક રાહત મળી છે, જેના માટે ખુશીબેને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.