દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં શ્રામિકોને રોજગારી પૂરી પાડવામાં આવી.
દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં શ્રામિકોને રોજગારી પૂરી પાડવામાં આવી.
Published on: 09th June, 2026

દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ યોજના’ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દેડિયાપાડાના ટીડીઓ યોગેશભાઈ અને ચિકદાના ટીડીઓ ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ બંને તાલુકાની ૪૬ ગ્રામ પંચાયતોમાં આ યોજના કાર્યરત છે. કાળઝાળ ગરમી અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૬૭,૭૦૩ શ્રમિકોને પથ્થર પાળા, જમીન સમતલ, પ્રધાનમંત્રી આવાસ જેવા વ્યક્તિગત કામો તેમજ તળાવ અને ચેકડેમ ઊંડા કરવા જેવા સામૂહિક કાર્યો દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર તરફથી મળતી ૧૨૫ દિવસની રોજગારીની આર્થિક સહાયથી શ્રમિકો ઘરની પ્રાથમિક સુવિધાઓ મેળવી રહ્યા છે.