અમદાવાદના માણકોલ ચોકડી શિવમ હોસ્પિટલમાં બોગસ ડોક્ટર અને મેનેજર ઝડપાયા
અમદાવાદના માણકોલ ચોકડી શિવમ હોસ્પિટલમાં બોગસ ડોક્ટર અને મેનેજર ઝડપાયા
Published on: 07th June, 2026

અમદાવાદના માણકોલ ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલમાં એલોપેથીક દવાઓ આપવા માટે લાઈસન્સ વગર બોગસ ડોક્ટર અને હોસ્પિટલ મેનેજર ઝડપાયા છે. મેડીકલ ઓફીસર અંકિતા વિશ્રનુભાઈ પટેલને મળેલી બાતમી બાદ સાણંદ પોલીસ સાથે રેડ કરતાં યોગેશ મહેન્દ્રભાઈ દવે (મેનેજર) અને વિજય જેસીંગભાઈ ગલસર (બોગસ તબીબ) ની અટકાયત કરાઈ. તબીબ પાસે BHMS ડિગ્રી હોવા છતાં એલોપેથીક દવાઓ આપવાનું જણાયું હતું. બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.