ખેડબ્રહ્માની આસ્થા હોસ્પિટલમાં 1 વર્ષના બાળકના ગળામાંથી જીવતો ભમરો સફળતાપૂર્વક બહાર કાઢ્યો
ખેડબ્રહ્માની આસ્થા હોસ્પિટલમાં 1 વર્ષના બાળકના ગળામાંથી જીવતો ભમરો સફળતાપૂર્વક બહાર કાઢ્યો
Published on: 07th June, 2026

ખેડબ્રહ્મા ખાતે આવેલી આસ્થા હોસ્પિટલમાં ENT સર્જન ડૉ. પ્રભાકાંત ઠાકુર અને તેમની ટીમ દ્વારા એક અત્યંત દુર્લભ સર્જરી કરવામાં આવી. રાજસ્થાનના એક વર્ષના બાળકને ગળામાં જીવતો ભમરો ફસાઈ જતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. બાળકના પિતા તેને સારવાર માટે આસ્થા હોસ્પિટલ લઈ આવ્યા હતા. ડોક્ટર્સે એનડોસ્કોપી દ્વારા ભમરાને સફળતાપૂર્વક બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો. આ ખેડબ્રહ્મા તાલુકામાં આવો પ્રથમ સફળ કેસ માનવામાં આવે છે.