સુરેન્દ્રનગર: વઢવાણના 40 ગામડાઓમાં નેત્ર નિદાન કેમ્પ
સુરેન્દ્રનગર: વઢવાણના 40 ગામડાઓમાં નેત્ર નિદાન કેમ્પ
Published on: 08th June, 2026

વઢવાણ તાલુકાના 40 ગામડાઓમાં શ્રી રાજચંદ્ર મશીન ધરમપુર દ્વારા આયોજિત નેત્ર નિદાન કેમ્પમાં ગ્રામજનોને ઘરઆંગણે આંખની તપાસ, વિનામૂલ્યે ચશ્મા, દવા અને મોતિયાના ઓપરેશનની સુવિધા મળી રહી છે. ખેતી અને મજૂરી સાથે જોડાયેલા લોકો માટે આ એક મોટી રાહત છે. શ્રીરાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલની ટીમ દ્વારા આયોજિત આ કેમ્પમાં રોટરી ક્લબ અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે, જેનાથી 7000 થી વધુ લોકોને લાભ થયો છે.