મથુરામાં બાંકે બિહારી મંદિર પાસે દુર્ઘટના
મથુરામાં બાંકે બિહારી મંદિર પાસે દુર્ઘટના
Published on: 09th June, 2026

ઉત્તર પ્રદેશના મથુરામાં ઠાકુર બાંકે બિહારી મંદિર નજીક એક ત્રણ માળની ઇમારતનો છજ્જો અચાનક તૂટી પડતાં 7 ભક્તો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંદિરના ગેટ નંબર 5 થી થોડે દૂર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, છત પર મોટી સંખ્યામાં વાંદરાઓ બેસી જતાં તેના વજન અને કૂદાકૂદને કારણે તે તૂટી પડી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે ભક્તોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.