મુંબઈમાં પાણી સંકટ: પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારાના પાણીની માગણી.
મુંબઈમાં પાણી સંકટ: પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારાના પાણીની માગણી.
Published on: 24th May, 2026

મુંબઈમાં 15 મેથી 10 ટકા પાણીકાપ છતાં, સાત જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 19.22 ટકા રહ્યો છે. આ જથ્થો ઓગસ્ટ સુધી ચાલે તે માટે મુંબઈ મહાપાલિકાએ રાજ્ય સરકાર પાસે વૈતરણા અને ભાતસા નદીઓમાંથી વધારાના 237 મિલિયન ઘનમીટર પાણીની માગણી કરી છે. હવામાન વિભાગના અલ નિનોના પ્રભાવ અને ઓછા વરસાદના અંદાજને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાણીકાપ ન કર્યો હોત તો જુલાઈમાં જ પાણી ખલાસ થઈ જાત. 17 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો જાળવી રાખવા પ્રયાસો કરાય રહ્યા છે.