સજાવટ: ઘરને કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપતું ‘બોહો સીટિંગ’ એરેન્જમેન્ટ શું છે?
સજાવટ: ઘરને કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપતું ‘બોહો સીટિંગ’ એરેન્જમેન્ટ શું છે?
Published on: 09th June, 2026

આજના દોડધામભર્યા જીવનમાં ઘરને શાંત, હૂંફાળો અને આરામદાયક લુક આપવા માટે ‘બોહો સીટિંગ’ એક ઉત્તમ અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ છે. બોહેમિયન સ્ટાઈલ મુક્ત વિચારધારા, કલરફુલ કાપડ, કુદરતી તત્વો અને વિન્ટેજ લુકનું સુંદર મિશ્રણ છે. આ સીટિંગ તૈયાર કરવા માટે જમીન પર શણની ચટ્ટાઈ પાથરી તેના પર મોટા ફ્લોર કુશન્સ, પફ અને બાંધણી કે મિરર-વર્કવાળા ઓશિકા ગોઠવવામાં આવે છે. આ એરિયાને વધુ જીવંત બનાવવા આસપાસ ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકી શકાય છે અને જૂના ટાયર પર શણની દોરી વીંટીને આકર્ષક DIY સ્ટૂલ પણ બનાવી શકાય છે.