રાછેણામાં 'સુરખાબ' પક્ષીઓનું આગમન.
રાછેણામાં 'સુરખાબ' પક્ષીઓનું આગમન.
Published on: 24th May, 2026

થરાદના રાછેણા ખાતે સાત સમંદર પારથી આવેલા વિદેશી મહેમાન 'સુરખાબ' (Flamingo) પક્ષીઓનું અદ્ભુત આગમન થયું છે. આ ગુલાબી સેનાએ 25 કિલોમીટરના સફેદ રણને ઘેરી વળતાં સમગ્ર વિસ્તાર રમણીય બની ગયો છે. હજારો સુરખાબ પક્ષીઓના કલરવથી કુદરતની અનન્ય બક્ષિસનો સાક્ષાત્કાર થાય છે, જે સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે અણમોલ ખજાનો છે. કચ્છના ધોરડોની જેમ રાછેણા પણ પ્રવાસન ધામ બનવાની ક્ષમતા ધરાવે છે. સોશિયલ મીડિયા દ્વારા આ નજારાને પ્રસારિત કરી પ્રવાસનને વેગ આપવાના પ્રયાસો શરૂ થયા છે, જે રોજગારીની નવી તકો ઊભી કરી શકે છે.