લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી સમાપ્ત!
લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી સમાપ્ત!
Published on: 09th June, 2026

કેન્દ્ર સરકારે લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ કરી છે. હવે નિયંત્રિત પદ્ધતિથી લાઇસન્સ ધરાવતી દુકાનોમાં દારૂનું વેચાણ થશે. આ નિર્ણય માલદીવ્સ જેવા પ્રવાસન સ્થળોને ટક્કર આપવા અને લક્ષદ્વીપને વૈશ્વિક ટુરિઝમ હબ બનાવવાના ઉદ્દેશ્યથી લેવાયો છે. નવા કાયદા 'લક્ષદ્વીપ એક્સાઇઝ રેગ્યુલેશન, 2026' હેઠળ દારૂના ઉત્પાદન, વેચાણ અને વપરાશને નિયંત્રિત કરાશે. જોકે, સ્થાનિક ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને દારૂ પર 400% સુધીનો ઊંચો ટેક્સ વસૂલવામાં આવશે. 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને દારૂ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.