ભરૂચ: મંજૂરી વગર બનાવેલું વજુખાનું પુરાતત્વ વિભાગે તોડી પાડયું.
ભરૂચ: મંજૂરી વગર બનાવેલું વજુખાનું પુરાતત્વ વિભાગે તોડી પાડયું.
Published on: 09th June, 2026

ભરૂચની ૧૪મી સદીની ઐતિહાસિક ધરોહર જામા મસ્જિદની માલિકી અંગે છેલ્લા કેટલાક સમયથી બે કોમ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં હિન્દુ સંગઠનો દ્વારા તેને પ્રાચીન જૈન મંદિરના અવશેષો અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા સાથે મૂળ સ્વરૂપમાં લાવવાની માગ કરાઈ છે. આ તંગદિલી વચ્ચે, પુરાતત્વ વિભાગે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરીને મસ્જિદ પરિસરમાં બનેલું વજુખાનું તોડી પાડ્યું હતું.