ભારતે ૧૨ પરમાણુ હથિયારો ઓપરેશનલ કર્યા, પાક.ના ન્યુક્લિયર બેઝ પર ‘ઓપરેશન સિંદૂર’માં હુમલો
ભારતે ૧૨ પરમાણુ હથિયારો ઓપરેશનલ કર્યા, પાક.ના ન્યુક્લિયર બેઝ પર ‘ઓપરેશન સિંદૂર’માં હુમલો
Published on: 09th June, 2026

SIPRI (સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના અહેવાલ મુજબ, ભારતે દુશ્મનોના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા ૧૨ પરમાણુ હથિયારોને ઓપરેશનલ સ્થિતિમાં તૈનાત કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલીવાર બન્યું છે. અહેવાલમાં એવો પણ ખુલાસો થયો છે કે ગત વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કિરાના હિલ્સ સ્થિત ન્યુક્લિયર સ્ટોરેજ અને રાવલપિંડીના ન્યુક્લિયર કમાન્ડ સેન્ટર પર સફળ એરસ્ટ્રાઈક કરી હતી. આ પગલાંથી પાકિસ્તાન અને ચીનમાં ખળભળાટ મચી ગયો છે.