ફિલિપાઇન્સમાં 50 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: 37 લોકોના મોત, 20 હજાર બેઘર
ફિલિપાઇન્સમાં 50 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: 37 લોકોના મોત, 20 હજાર બેઘર
Published on: 09th June, 2026

દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે, જેમાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. 20,000થી વધુ લોકો બેઘર બન્યા છે. ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓની દરિયાઈ સરહદમાં હતું. આંચકાથી દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા, જોકે સુનામીની અસર ઓછી રહી. ભૂસ્ખલન અને ઇમારતો પડવાના કારણે સૌથી વધુ નુકસાન થયું છે. આ ભૂકંપ 1976 પછીનો સૌથી શક્તિશાળી છે.