ટ્રમ્પને આંચકો  એચ-1બી વિઝાની એક લાખ ડોલર ફી ગેરકાયદે.
ટ્રમ્પને આંચકો એચ-1બી વિઝાની એક લાખ ડોલર ફી ગેરકાયદે.
Published on: 09th June, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત વર્ષે એચ-૧બી (H-1B) વિઝા ફી વધારીને એક લાખ ડોલર કરવાના નિર્ણયને ફેડરલ જજ લીયો સોરોકિને ગેરકાયદેસર ગણાવી ફગાવી દીધો છે. ડેમોક્રેટ શાસિત ૨૦ રાજ્યોના એટર્નીઓએ દલીલ કરી હતી કે કોંગ્રેસની મંજૂરી વિના પ્રમુખ પાસે આટલો મોટો ફી વધારો કરવાની સત્તા નથી. વિદેશી ટેક વર્કરો પર લાદવામાં આવેલા આ વિઝા ફી વધારા પર કોર્ટના ચુકાદાથી મોટો આંચકો લાગ્યો છે અને ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન રોકવાના પ્રયાસોને મોટો ઝાટકો મળ્યો છે.