-
લોકમાન્ય ટિળક જન્મજયંતી
લોકમાન્ય ટિળક જન્મજયંતી
23rd July
“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ”
આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું.
તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને તેઓ રત્નાગીરીમાં સંસ્કૃતના પ્રખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ પાર્વતીબાઈ હતું. તેમના પિતાની બદલી થતાં તેમનો પરિવાર પૂણેમાં આવીને રહ્યો. ટિળક બાળપણથી જ ખૂબ તેજબુદ્ધિ અને પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. ગણિત શરૂઆતથી જ તેમનો પસંદગીનો વિષય હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પૂણેની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં પ્રાપ્ત કર્યુ. તેઓ નાના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનું અવસાન થઈ ગયું. તેનાથી તેઓ નિરાશ થયા વિના જીવનમાં આગળ વધતા રહ્યા. તેઓને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ હતો. તેમણે 1877 માં પૂણેની ડેક્કન કોલેજ માંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1879 માં તેઓ સરકારી લૉ કોલેજમાંથી L.L.B. થયા હતા.
યુવાનોને રાષ્ટ્રવાદી સિદ્ધાંતો આપવા માટે 1884 માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો અને ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. 1881 માં ભારતીય સંઘર્ષોથી લોકોને પરિચિત કરાવવા માટે, લોકોમાં સ્વશાસનની ભાવના જાગૃત કરવા માટે અને પોતાના હક્કોની લડાઈ લડવાની ભાવના વિકસિત કરવાના ઉદ્દેશથી લોકમાન્ય ટિળકે બે સાપ્તાહિક પત્રિકા 'કેસરી' અને 'મરાઠા'ની શરૂઆત કરી. આ બંને સામાયિકોએ સામાન્ય જનસમૂહને લડતમાં ભાગીદાર બનાવવાના હેતુથી અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.
લોકમાન્ય ટિળકે જનજાગૃતિ માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ ઊજવવાનું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયનો વિરોધ કરવાનું સાહસ પ્રગટ્યું.

ભારતના આ વીર સ્વતંત્રતા સેનાનીએ બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટીશ વસ્તુઓના બહિષ્કારનું પૂર્ણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય ટિળકની વિચારધારામાં અંતર હોવાથી તેઓ કોંગ્રેસના જહાલવાદી (ગરમપંથી) નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાય નું સમર્થન પ્રાપ્ત થયું. ત્યાર બાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે મશહૂર થઈ ગઈ.
લોકમાન્ય ટિળકે સમાજમાં ફેલાયેલા જાતિપ્રથા અને બાળવિવાહ જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ તેમજ વિકાસ પર ભાર આપ્યો. આમ એક સમાજ સુધારક તરીકે પણ તેમણે કામ કર્યું. તેમના દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તક 'ધ આર્કટિક હોમ ઇન વેદાસ' અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય’ છે.
1 ઓગસ્ટ, 1920 ના રોજ લોકલાડીલા નેતાએ વિદાય લીધી. તેમના મૃત્યુથી ભારતભરમાં અત્યંત શોકની લાગણી ફેલાઈ ગઈ. ભારત દેશે વીર સપૂત અને આઝાદીનો લડવૈયો ગુમાવ્યો. ગાંધીજીએ તેમને “આધુનિક ભારતના નિર્માતા” કહ્યા હતા.