-
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે ૧૯૬૨માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ની સ્થાપના કરી હતી.
રિલાયન્સ પોલીયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ટેક્સટાઈલ વ્યવસાયમાં તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ઈ.સ.૧૯૭૭ ના વર્ષમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં શરૂ કરી. સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ઇન્ફર્મેશન ટેકનોલોજી,એનર્જી,પાવર, ટેક્સટાઇલ, મૂડી બજારો અને લોજીસ્ટીક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો.
૧૯૭૭માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઇ ગયા અને ૨૦૦૭ સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશ)ની સંયુક્ત સંપત્તિ ૬૦ અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા. અમેરિકામાં ૧૦૦ વર્ષના સમયગાળામાં ૧૦૦ મિલિયન ડોલર્સ બોન્ડસ બહાર પાડનાર રિલાયન્સ પ્રથમ એશિયાઈ કંપની છે. નવેમ્બર, ૨૦૦૦માં ભારતના કેમિકલ ઉધોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને 'મેન ઓફ સેન્ચ્યુરી' નું સન્માન અપાયુ હતું. એશિયાવીક (Asiaweek) મેગેઝિન દ્વારા ૧૯૯૬,૧૯૯૮ અને ૨૦૦૦માં એશિયાના સૌથી વધુ શક્તિશાળી "પાવર -૫૦" વ્યક્તિઓની યાદીમાં તેમનો સમાવેશ થયો હતો.
જૂન,૧૯૯૮માં સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરવાનું ભારતીયનું ગૌરવ ધીરુભાઈને પ્રાપ્ત થયું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા ધીરુભાઈ અંબાણી, મેન ઓફ 20એથ સેન્ચ્યુરી જાહેર થયા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times of India) દ્વારા ૨૦૦૦માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. સફળ ઉધોગ - વ્યવસાય સમૂહ સ્થાપિત કરનાર આ અદ્વિતીય વિરલ પ્રતિભાનું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ મુંબઈ ખાતે થયું હતું. ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.