-
આંતરરાષ્ટ્રીય વાઘ દિન
આંતરરાષ્ટ્રીય વાઘ દિન
29th July
દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે.
હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ઊજવવામાં આવે છે. 2010 માં રુશના બર્ગ શહેર માં એક સંમેલનનું આયોજન થયું હતું. જેમાં વાઘ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિન તરીકે ઊજવાય છે. એ દિવસે વાઘ દિવસ ઊજવવાનું નક્કી કરતી વખતે દેશોએ વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
વાઘ પરિયોજના (PROJECT TIGER):
ભારતમાં વાઘની સંખ્યા વીસમી સદીની શરૂઆતમાં 40000 જેટલી હતી. માનવીના વસતી વધારા સાથે વન્યજીવોના રહેઠાણમાં થતા નોંધપાત્ર ઘટાડા અને તેમના વધુ પડતા શિકારના પરિણામે તેમની સંખ્યા ઘટીને 1972 માં 1800 થઈ ગઇ હતી. તેથી વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973 માં વાધ પરિયોજના (Project Tiger) શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસતીવાળા વિસ્તારમાં થતી માનવીની શિકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આમ તો ભારત સરકારે વાધના શિકાર પર સાવ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ વાઘની ચામડી, તેના નખ, માંસ, યકૃત અને હાડકાંની પરદેશમાં ઘણી માંગ હોઈ કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરી તેના વિવિધ ભાગોનો છુપી રીતે વેપાર કરતા હોય છે. જોકે ભારત સરકારનું Department of Environment and Forest આ બાબત પ્રત્યે સજાગ છે અને તેઓ આ ગેરકૃત્યોને રોકવા માટે હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
પશ્ચિમ બંગાળનો વાઘ રોયલ બેંગોલ ટાઇગર એ વિશ્વની વાધની 8 જાતિઓમાંની એક જાતિ છે. National Tiger Conservation Authority (NCTA) દ્વારા દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે.
વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની કલમ 38 એલ(1) હેઠળ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની રચના કરવામાં આવી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વેબસાઇટ પર ભારતમાં આવેલા 55 ટાઈગર રીઝર્વ ની યાદી આપવામાં આવેલી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુન સાગર વિસ્તારની દૃષ્ટિએ (કુલ ક્ષેત્રફળ આશરે 3294 ચોરસ કિમી.) સૌથી મોટું ટાઈગર રીઝર્વ છે.