-
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ વસ્તી દિવસ
11th July
દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે.
વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજ ને પાર કરી ગઇ હોવાથી આ તારીખે વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે.
ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ જેવા દેશોમાં વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ જન્મી છે. વસ્તી વધારાને નિયંત્રિત કરવા નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ પણ સરકારે અમલમાં મૂકી છે. ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી વસ્તીને કારણે ભૂખમરો, ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં વસ્તી નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી કે ભવિષ્યમાં આ સમસ્યા દેશના વિકાસમાં કેટલો મોટો અવરોધ સર્જી શકે છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે.
વસ્તી વધારાનાં અનેક કારણો છે. જન્મદર ઊંચો છે, જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલાં સંશોધનો અને વિકાસના પરિણામે માનવ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. વસ્તી વધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ભોજન, રહેઠાણ વગેરે સમસ્યાઓના નિવારણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધપાત્ર કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીનો આ પ્રચંડ વધારો તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે.
આ દિવસની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સતર્ક થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ જેથી કરીને આવનારી પેઢીઓ માટે આપણે કંઇક સારું કરી શકીએ. વસ્તી વધારો એ રાષ્ટ્ર અને વિશ્વના તમામ જાતિ, સંપ્રદાય કે વર્ગ માટે ચિંતા ઉપજાવનારો છે.