-
વિશ્વ યુવા કૌશલ્ય દિન
વિશ્વ યુવા કૌશલ્ય દિન
15th July
યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે.
વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. શ્રીલંકાની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 નવેમ્બર, 2014 ના રોજ દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી. વિશ્વ યુવા કૌશલ્ય દિન 15 જુલાઈ, 2015 ના રોજ પ્રથમ વખત ઊજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત 15 જુલાઈ, 2015ના રોજ પ્રથમ વખત વિશ્વ યુવા કૌશલ્ય દિન મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને તેઓની રુચિ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ રોજગારી મેળવી શકે. 14 થી 35 વર્ષ ની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેની તાલીમ માટે બેરોજગાર યુવાનોની નોંધણી કરવામાં આવે છે અને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય ગણાય છે. આ પ્રમાણપત્ર પછી યુવાનો કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે. યુવાનોની રોજગારીની તકોને વધારવા માટે સબસીડી પણ આપવામાં આવે છે.
યુવા કૌશલ્ય માટે સરકાર દ્વારા નીચે મુજબની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે:
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના