CID શો બંધ થવાનું રહસ્ય
CID શો બંધ થવાનું રહસ્ય
Published on: 26th August, 2026

1998માં શરૂ થયેલો લોકપ્રિય ક્રાઈમ શો CID, જેણે 2018 સુધી દર્શકોનું મનોરંજન કર્યું, તેના બંધ થવા પાછળના કારણો પર હવે પ્રકાશ પડ્યો છે. શોમાં 'દયા'નું પાત્ર ભજવનાર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે, શોના નિર્માતાઓ અને ચેનલ વચ્ચે મતભેદને કારણે આ નિર્ણય લેવાયો હતો. જ્યારે ચેનલ નિર્માતાઓ બદલવા માંગતી હતી, ત્યારે કલાકારોએ તેનો વિરોધ કર્યો. રસપ્રદ વાત એ છે કે, આ સમયે દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે પણ શો ચાલુ રાખવા માટે ચેનલને અમેરિકા સુધી ફોન કરીને વિનંતી કરી હતી.