રેલવે સ્ટેશનો પર ભારે સામાનની ઝંઝટ ખતમ, શરૂ થઈ ડિજિટલ લગેજ લોકર સુવિધા
રેલવે સ્ટેશનો પર ભારે સામાનની ઝંઝટ ખતમ, શરૂ થઈ ડિજિટલ લગેજ લોકર સુવિધા
Published on: 16th September, 2026

રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે. હવે સ્ટેશનો પર ભારે સામાન લઈ ફરવું નહીં પડે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન જેવા બે મોટા સ્ટેશનો પર ડિજિટલ લગેજ લોકરની અદ્યતન સુવિધા શરૂ કરાઈ છે, અને ટૂંક સમયમાં અન્ય બે સ્ટેશનો પર પણ તેનો પ્રારંભ થશે. આ સુવિધા મુસાફરોને સામાન સાચવવાની ચિંતામાંથી મુક્તિ આપશે. લોકર બુકિંગ માટે મોબાઈલ નંબર, સાઈઝ, સમય પસંદગી અને ડિજિટલ પેમેન્ટ પૂરતું છે. સામાન પાછો મેળવવો પણ સરળ છે.