મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત,‎ ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે
મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત,‎ ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે
Published on: 01st May, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધના વિરામ બાદ હોર્મુઝની ખાડીમાંથી ગેસ સપ્લાય પુનઃ શરૂ થતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં ફરી ધમધમાટ જોવા મળી રહ્યો છે. ૧ મે સુધીમાં મોટાભાગની ફેક્ટરીઓ કાર્યરત થવાની અપેક્ષા છે, જોકે શ્રમિકોની અછતને લીધે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન શરૂ થતા હજુ થોડો સમય લાગશે. ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને રો-મટિરિયલ મોંઘા થવાને કારણે ટાઇલ્સના ભાવમાં ૩૫ થી ૪૦ ટકાનો વધારો થવાની શક્યતા છે. શ્રમિકો પરત ફર્યા બાદ ૫ મે સુધીમાં ઉદ્યોગ સંપૂર્ણપણે રાબેતા મુજબ થવાની આશા છે.