ભારત-બ્રિટન ઐતિહાસિક કરાર: 75,000 IT પ્રોફેશનલ્સ અને 900 કંપનીઓને મળશે સીધો લાભ
ભારત-બ્રિટન ઐતિહાસિક કરાર: 75,000 IT પ્રોફેશનલ્સ અને 900 કંપનીઓને મળશે સીધો લાભ
Published on: 18th June, 2026

ભારત અને બ્રિટન (UK) વચ્ચેનો સામાજિક સુરક્ષા કરાર (Social Security Agreement) આગામી 15 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે. આ કરાર હેઠળ, ભારતીય કંપનીઓ દ્વારા અસ્થાયી રૂપે બ્રિટન મોકલાતા કર્મચારીઓ, જેઓ ભારતમાં PF વગેરેમાં યોગદાન આપી રહ્યા છે, તેમણે બ્રિટનમાં ડબલ ટેક્સ ભરવો પડશે નહીં. આનાથી 75,000 ભારતીય IT પ્રોફેશનલ્સ અને 900 થી વધુ ભારતીય કંપનીઓને મોટો આર્થિક ફાયદો થશે, કારણ કે તેઓ 5 વર્ષ સુધી ટેક્સમાંથી મુક્તિ મેળવશે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવશે.