વૈશ્વિક ચિંતાઓ અને વેચવાલીના દબાણથી બજારમાં ભારે ઘટાડો
વૈશ્વિક ચિંતાઓ અને વેચવાલીના દબાણથી બજારમાં ભારે ઘટાડો
Published on: 09th July, 2026

બુધવારે ભારતીય શેરબજારમાં દિવસની શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જે દિવસના અંત સુધી યથાવત્ રહ્યું. વૈશ્વિક બજારોમાંથી નકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ભૂરાજકીય અનિશ્ચિતતા, FIIs ની વેચવાલી અને નફાવસૂલીના કારણે બજારમાં ગભરાટ ફેલાયો હતો. બેન્કિંગ, IT, વાહન અને મેટલ ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ લગભગ 1700 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી ફ્યુચરમાં પણ નકારાત્મક વલણ રહ્યું.