Maruti એ લોન્ચ કરી ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ WagonR, પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ
Maruti એ લોન્ચ કરી ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ WagonR, પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ
Published on: 04th June, 2026

મારુતિ સુઝુકીએ પોતાની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ કાર, WagonR, લોન્ચ કરી છે, જે પેટ્રોલ અને ઇથેનોલ બંને ઇંધણ પર ચાલી શકે છે. આ કાર E85 ફ્યુઅલ સુધી સપોર્ટ કરે છે, એટલે કે 85% ઇથેનોલ અને 15% પેટ્રોલના મિશ્રણ પર પણ ચાલી શકે છે. આ ટેકનોલોજી ઇંધણમાં રહેલા પેટ્રોલ અને ઇથેનોલના ગુણોત્તર મુજબ પોતાની જાતને એડજસ્ટ કરે છે. આનાથી ઇંધણની આયાત પર થતો ખર્ચ ઘટશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. WagonR ની પસંદગી તેની લોકપ્રિયતા અને આરામદાયક ફીચર્સને કારણે કરવામાં આવી છે.