પોરબંદર બનશે દેશનું અદ્યતન ફર્નિચર પાર્ક: 100 હેક્ટર જમીન પર આકાર લેશે ઉદ્યોગ
પોરબંદર બનશે દેશનું અદ્યતન ફર્નિચર પાર્ક: 100 હેક્ટર જમીન પર આકાર લેશે ઉદ્યોગ
Published on: 14th June, 2026

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાયેલ ફર્નિચર પાર્ક સમિટમાં પોરબંદરને દેશના અદ્યતન ફર્નિચર પાર્ક માટે પસંદ કરાયું. 100 હેક્ટર જમીન પર આકાર પામનારા આ પ્રોજેક્ટ માટે ઉદ્યોગકારોએ વૈશ્વિક વ્યાપારની કનેક્ટિવિટી અને સરકારની પ્રોત્સાહક નીતિને કારણે પોરબંદરને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો. ગુજરાત અને ભારત સરકારના સંકલનથી બનનારા આ પાર્કમાં ડિઝાઇનિંગ, સ્કીલિંગ સેન્ટર સહિત તમામ સુવિધાઓ એક છત્ર હેઠળ મળશે. પોરબંદર નજીક શિપ બિલ્ડીંગ ક્લસ્ટરનો પણ પ્રસ્તાવ છે, જે સ્થાનિક ઉદ્યોગપતિઓના સહયોગથી સફળ થશે.