ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર 126 ઘેટાંને કતલખાને જતા બચાવ્યા
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર 126 ઘેટાંને કતલખાને જતા બચાવ્યા
Published on: 28th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર જીવદયા પ્રેમીઓ અને પોલીસની સતર્કતાથી એક મોટી સફળતા મળી છે. કતલખાને લઈ જવાઈ રહેલાં 126 ઘેટાંને ક્રૂરતામાંથી બચાવી નવું જીવનદાન અપાયું છે. વડવાળા હોટલ નજીકથી પસાર થતી બે શંકાસ્પદ બોલેરો ગાડીઓને આંતરી પોલીસે આ કાર્યવાહી કરી. જીવદયા પ્રેમીઓને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને વાહનોને ઘેરી લીધા હતા. તલાશી લેતાં અત્યંત દયાજનક હાલતમાં ભરેલાં 126 ઘેટાં મળી આવ્યાં. પાણી કે ઘાસચારા વિના, ટૂંકા દોરડાથી બાંધી તેમને લઈ જવાઈ રહ્યા હતા. વાહનચાલકો પાસે કોઈ કાયદેસરના આધાર-પુરાવા નહોતા.