દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિના 3 વિદેશી મુસાફરો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પહોંચ્યા
દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિના 3 વિદેશી મુસાફરો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પહોંચ્યા
Published on: 15th September, 2026

દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે, જ્યાં ત્રણ ઇટાલિયન મુસાફરો જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પહોંચી ગયા હતા. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા અમૃતસરથી દિલ્હી આવેલા મુસાફરો દિલ્હીથી મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઇટમાં બેસી ગયા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે એર ઇન્ડિયા પાસેથી 9 મુદ્દાઓ પર જવાબ માંગ્યો છે અને 7 દિવસનો સમય આપ્યો છે.