જૂનાગઢ રોયલ હાઈટ્સ એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો
જૂનાગઢ રોયલ હાઈટ્સ એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો
Published on: 19th June, 2026

વાડલા ફાટક પાસે રોયલ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા પિયુષ જગદીશભાઈ નિમાવત (26) નામના યુવકને તેના ઘરેથી પોલીસે વિદેશી દારૂની 26 બોટલ સાથે ઝડપી લીધો. પોલીસે રૂપિયા 37,396નો મુદ્દામાલ જપ્ત કર્યો. પૂછપરછમાં યુવકે જૂનાગઢના મધુરમમાં રહેતા કરણ હરભમભાઇ ઓડેદરલ પાસેથી દારૂનો જથ્થો લીધો હોવાનું જણાવતા પોલીસે કરણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માંગરોળમાં પણ એક યુવક દારૂ સાથે ઝડપાયો.