મુંબઈ એરપોર્ટ પર મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ
મુંબઈ એરપોર્ટ પર મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ
Published on: 04th June, 2026

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) ની સતર્કતાથી મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. સુરક્ષા તપાસ દરમિયાન એક વિદેશી મુસાફર પાસેથી USD 1,45,000 (આશરે ₹1.39 કરોડ) ની વિદેશી ચલણ જપ્ત કરાયું, જે તેણે જાહેર કર્યું નહોતું. આ મુસાફર મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો. CISF એ મુસાફર અને જપ્ત કરાયેલ કરન્સી કસ્ટમ્સ વિભાગને સોંપ્યા છે, જેઓ હવે આંતરરાષ્ટ્રીય નેટવર્ક સહિત વધુ તપાસ કરી રહ્યા છે.