દિવતણ ગામમાં ગેરકાયદે ચર્ચ બાંધકામ અને ધર્માંતરણ રોકવા ગ્રામજનોની કલેક્ટર સમક્ષ માંગ
દિવતણ ગામમાં ગેરકાયદે ચર્ચ બાંધકામ અને ધર્માંતરણ રોકવા ગ્રામજનોની કલેક્ટર સમક્ષ માંગ
Published on: 19th June, 2026

ઉમરપાડા તાલુકાના દિવતણ ગામમાં મંજૂરી વિના ચર્ચનું બાંધકામ અને ધર્માંતરણ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો બાદ સ્થાનિક રહીશો રોષે ભરાયા છે. ગ્રામજનોએ સુરત જિલ્લા કલેક્ટર અને ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર આપી ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવાની અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓનો આરોપ છે કે સ્થાનિક વ્યક્તિના ઘરે બહારથી પાસ્ટરો આવી આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારી ગૌચર જમીન પર મંજૂરી વિના ચર્ચ નિર્માણ થઈ રહ્યું છે.