સરકાર બાળકોને મફત લેપટોપ આપી રહી છે? PIBએ વાયરલ મેસેજનું સત્ય જણાવ્યું
સરકાર બાળકોને મફત લેપટોપ આપી રહી છે? PIBએ વાયરલ મેસેજનું સત્ય જણાવ્યું
Published on: 05th June, 2026

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરાયો છે કે ભારત સરકાર 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ 2026' હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપનું વિતરણ કરશે. આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. PIB Fact Check એ જણાવ્યું કે આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. ભારત સરકારે આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. આવા મેસેજ વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી એકત્રિત કરવાના હેતુથી ફેલાવાય છે. અજાણી લિંક પર ક્લિક કરશો નહીં અને સત્તાવાર સ્ત્રોતો સાથે ચકાસ્યા વિના મેસેજ ફોરવર્ડ કરશો નહીં.