નવસારી સુપા ગુરુકૂળ વિદ્યામંદિરમાં વિશ્વ ઓઝોન દિવસની ભવ્ય ઉજવણી
નવસારી સુપા ગુરુકૂળ વિદ્યામંદિરમાં વિશ્વ ઓઝોન દિવસની ભવ્ય ઉજવણી
Published on: 19th September, 2026

નવસારીના સુપા ખાતે ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુલમાં વિશ્વ ઓઝોન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઓઝોન સ્તરના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. શૈક્ષણિક એનિમેશન વિડિયો દ્વારા ઓઝોન સ્તરની ઉપયોગીતા, તેની રચના અને હાનિકારક પારજાંબલી કિરણો સામે રક્ષણ વિશે સમજ આપવામાં આવી. ક્લોરોફ્લોરોકાર્બન (CFCs) જેવા હાનિકારક રસાયણો વિશે પણ માહિતી અપાઈ. ઊર્જા બચાવવા, પ્લાસ્ટિક ઘટાડવા, વૃક્ષારોપણ, જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગ જેવી પર્યાવરણલક્ષી ટેવો પર ભાર મૂકાયો. પોસ્ટર મેકિંગ અને સૂત્ર લેખન સ્પર્ધા પણ યોજાઈ.