ભગવાન રામનું પાત્ર રણબીર કપૂરના જીવનમાં લાવ્યું સકારાત્મક બદલાવ
ભગવાન રામનું પાત્ર રણબીર કપૂરના જીવનમાં લાવ્યું સકારાત્મક બદલાવ
Published on: 07th August, 2026

નીતેશ તિવારીની `રામાયણ' ફિલ્મ ચર્ચામાં છે, જેમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહ્યા છે. આ મહાન પાત્રના અભિનયથી રણબીરના વ્યક્તિગત જીવનમાં ઊંડો પ્રભાવ પડ્યો છે. તેણે સ્વીકાર્યું છે કે આ રોલ તેને એક બહેતર માણસ બનવામાં મદદ કરી રહ્યો છે. શાંત, સંયમિત અને મર્યાદાવાળા શ્રીરામના ગુણોને આત્મસાત્ કરવા તેણે પોતાના જીવનમાં પણ ઘણા બદલાવ લાવ્યા છે, જેમાં નોનવેજ અને અલ્કોહોલનો ત્યાગ, તેમજ દૈનિક આહાર અને વિચારો પર ધ્યાન આપવાનો સમાવેશ થાય છે.