ભરૂચના કલક ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
ભરૂચના કલક ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
Published on: 06th June, 2026

જંબુસર તાલુકાના કલક ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આર.એફ.ઓ. ઉન્નતી પંચાલની આગેવાનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ ફેલાવવા માટે, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે "વન કવચ" પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.