નર્મદા: પાંચ કરોડ ખર્ચ છતાં શિનોર-માલસર રોડ વાઇડનિંગ કામ ખોરંભે, લોકો ત્રાહિમામ
નર્મદા: પાંચ કરોડ ખર્ચ છતાં શિનોર-માલસર રોડ વાઇડનિંગ કામ ખોરંભે, લોકો ત્રાહિમામ
Published on: 30th September, 2026

નર્મદા જિલ્લામાં શિનોરથી માલસર રોડને પાંચ કરોડના ખર્ચે પહોળો કરવાનું કામ મુદત પૂરી થયાના 9 મહિના બાદ પણ પૂર્ણ થયું નથી. સાધલીથી પોર રૂા.57 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત થયાને એક વર્ષ વીતી ગયું છતાં કામ અધૂરું છે. બંને પ્રોજેક્ટ સમયમર્યાદા કરતાં ઘણા પાછળ ચાલી રહ્યા છે. આ કામોની ધીમી ગતિ અને તેની અસર હેઠળ આવતા વિસ્તારોના લોકો, ખાસ કરીને ખેડૂતો, ધૂળ અને અસુવિધાથી પરેશાન છે. તંત્રની નિષ્ક્રિયતા અને એજન્સીઓ પર રહેમનજર રાખવાના આરોપો પણ લાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.