સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટની નવી ઈમારત હાલના સ્થળે જ બનશે, સ્થળ ફેરફાર નહીં
સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટની નવી ઈમારત હાલના સ્થળે જ બનશે, સ્થળ ફેરફાર નહીં
Published on: 10th October, 2026

સુરેન્દ્રનગર જિલ્લા અદાલતની જર્જરિત ઈમારતને શહેરથી દૂર ખસેડી નવી બનાવવાના બદલે, હાલના સ્થળે જ નવી ઈમારત બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઈકોર્ટના જજ, લીગલ સેક્રેટરી, યુનીટ જજ, ડિસ્ટ્રીકટ જજ, કલેકટર, ડીડીઓ, પ્રાંત અધિકારી અને વકીલ મંડળના પ્રમુખની વીડિયો કોન્ફરન્સમાં આ નિર્ણય લેવાયો. હાલની કોર્ટ બિલ્ડીંગ 18 હજાર ચો.મી. અને પાછળની 10 હજાર ચો.મી. બિનઉપયોગી જગ્યા મળી કુલ 28 હજાર ચો.મી. જમીનનો ઉપયોગ નવી ઈમારત માટે કરાશે. આ નિર્ણયથી વકીલો અને કોર્ટ કર્મચારીઓમાં ખુશીની લાગણી છે.