અંબાજી ભાદરવી પૂનમ મેળામાં આરોગ્ય સુરક્ષા માટે 16 એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે.
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં આરોગ્ય સુરક્ષા માટે 16 એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે.
Published on: 19th September, 2026

યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ અને ભાવિકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યાપક આયોજન કરાયું છે. મેળા દરમ્યાન યાત્રાળુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અંબાજી તરફ જતા મુખ્ય માર્ગો પર કુલ 16 એમ્બ્યુલન્સ, જેમાં ચાર એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ, તૈનાત કરાશે. આ સાથે પાયલોટ, ઈએમટી, ટેકનિકલ, સુપરવાઈઝર, મેનેજર સહિત 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ ખડેપગે રહેશે.