હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના નાગરિકમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો, આઈસોલેશનમાં
હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના નાગરિકમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો, આઈસોલેશનમાં
Published on: 04th June, 2026

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુદાનના એક નાગરિકમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તાજેતરમાં દક્ષિણ સુદાન અને યુગાન્ડાની મુલાકાત લઈને આવેલા આ મુસાફરને તાત્કાલિક આઇસોલેશન સેન્ટરમાં ખસેડાયો છે. ઈબોલા જેવા ગંભીર રોગના સંભવિત લક્ષણોની તપાસ માટે વિશેષ સ્ક્રીનિંગ સેન્ટર સ્થાપિત કરાયું છે. જોકે, હાલ આ કેસ ઈબોલાનો પુષ્ટિ થયેલો નથી, પરંતુ શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ પરીક્ષણ બાદ જ નિષ્કર્ષ પર અપાશે.