હોસ્પિટલ બિલનો મોટો ખેલ: ₹11 ની વસ્તુ ₹325 માં, દર્દીઓ સાથેનો ભાવનો ભેદ!
હોસ્પિટલ બિલનો મોટો ખેલ: ₹11 ની વસ્તુ ₹325 માં, દર્દીઓ સાથેનો ભાવનો ભેદ!
Published on: 16th September, 2026

મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં મેડિકલ સામાનના ભાવ અંગે ચોંકાવનારો સર્વે થયો છે. IV ઇન્ફ્યુઝન સેટ જે ₹11.05 માં ખરીદાય છે, તેની MRP ₹325 છે. તેવી જ રીતે, ₹6.75 ની સિરીંજની MRP ₹57.20 અને ₹29.41 ના કેથેટરની MRP ₹310 જોવા મળી. સારવાર દરમિયાન દર્દીઓ આ જરૂરી મેડિકલ પ્રોડક્ટ્સને ટાળી શકતા નથી, તેથી વાસ્તવિક કિંમત અને MRP વચ્ચેના મોટા તફાવત વિશે તેમને જાણકારી હોતી નથી. આ ભાવ ગેપ ઘટાડવા માટે સ્પષ્ટ ગાઇડલાઇન બનાવવાની ભલામણ કરવામાં આવી છે.