પશ્ચિમ બંગાળની વિરભૂમ હોટેલમાં ભીષણ આગ
પશ્ચિમ બંગાળની વિરભૂમ હોટેલમાં ભીષણ આગ
Published on: 17th August, 2026

પશ્ચિમ બંગાળના તારાપીઠમાં એક હોટેલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 5 અન્ય લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. આગ હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી અને ઝડપથી ચાર માળની ઇમારતમાં ફેલાઈ ગઈ. ઘટના સમયે મોટાભાગના મહેમાનો સૂઈ રહ્યા હતા. ફાયર એલાર્મ ન વાગવાને કારણે અફરાતફરી મચી ગઈ. મૃતકોમાં ઘણા તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે.