ભાજપના રાજ્ય પ્રભારીઓની નિમણૂક: તરુણ ચુગ ગુજરાત, સ્મૃતિ ઇરાની હરિયાણાના પ્રભારી
ભાજપના રાજ્ય પ્રભારીઓની નિમણૂક: તરુણ ચુગ ગુજરાત, સ્મૃતિ ઇરાની હરિયાણાના પ્રભારી
Published on: 23rd September, 2026

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના નામો જાહેર કરાયા છે. તરુણ ચુગ ગુજરાતના પ્રભારી બન્યા છે, જ્યારે સ્મૃતિ ઇરાની હરિયાણા અને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત થયા છે. હરીશ દ્વિવેદી બિહાર, શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશ, અને બિપ્લવ દેવ મધ્ય પ્રદેશના પ્રભારી બન્યા છે. આ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ પડશે.