દશેરા-દિવાળી પહેલા જ મોંઘવારીનો ડામ!
દશેરા-દિવાળી પહેલા જ મોંઘવારીનો ડામ!
Published on: 01st October, 2026

તહેવારોની શરૂઆત પહેલા જ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹63 મોંઘો થઈ ₹2,764 થયો છે, જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડર ₹941.50 પર યથાવત છે. અમદાવાદમાં પણ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹2,831.50 છે, જે વધારો દર્શાવે છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. દિલ્હી, ચેન્નાઈ અને લેહ જેવા શહેરોમાં પણ કોમર્શિયલ ગેસના ભાવ વધ્યા છે. આનાથી હોટેલિંગ અને ફરાળ મોંઘા થવાની શક્યતા છે.