રાજકોટમાં ઈન્ડિગો ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
રાજકોટમાં ઈન્ડિગો ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
Published on: 29th July, 2026

દુબઇથી મુંબઈ જતી ઈન્ડિગોની ફલાઈટ IGO1452 (એરબસ A321) નું રાજકોટના હીરાસર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. કાર્ગો સાઇડ સ્મોક જોવા મળતા તકેદારીના ભાગરૂપે ફુલ ઇમરજન્સી જાહેર કરાઈ હતી. 194 મુસાફરો સહી સલામત ઉતારવામાં આવ્યા. પ્રાથમિક તારણ મુજબ, ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાને કારણે સ્મોક એલર્ટ વાગ્યું હતું. DGCA દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.