એશિયાનાં મચ્છરોની યુરોપ-અમેરિકા પર ચઢાઈ!
એશિયાનાં મચ્છરોની યુરોપ-અમેરિકા પર ચઢાઈ!
Published on: 17th June, 2026

‘ફ્રન્ટિયર્સ ઇન સેલ્યુલર એન્ડ ઇન્ફેક્શન માઇક્રોબાયોલોજી’ જર્નલના સંશોધન મુજબ, ગ્લોબલ વોર્મિંગના કારણે ચિકનગુનિયાનો વાઈરસ હવે ઉત્તર અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયા જેવા ઠંડા પ્રદેશોમાં ઝડપથી ફેલાઈ શકે છે. હાલ વિશ્વની ૨૧.૨૬% જમીન આ જોખમ હેઠળ છે. ઠંડા વાતાવરણમાં જીવી શકતા ‘એશિયન ટાઇગર મોસ્કિટો’ના કારણે આ વાઈરસનો વૈશ્વિક ફેલાવો ૭૦% વધ્યો છે. અતિશય ગરમીને લીધે એશિયા-આફ્રિકામાં તેનો પ્રકોપ ઘટશે, પરંતુ વિકસિત દેશો માટે નવું સંકટ ઊભું થશે. આથી, વર્ષ ૨૦૪૦ પહેલાં જ વૈશ્વિક સ્તરે મચ્છરોની દેખરેખ અને ડાયગ્નોસિસ સિસ્ટમ મજબૂત કરવી અનિવાર્ય બની ગઈ છે.