DRDOની મિસાઈલ ટેક્નોલોજી ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લી
DRDOની મિસાઈલ ટેક્નોલોજી ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લી
Published on: 26th August, 2026

દેશની રક્ષા માટે બ્રહ્માસ્ત્ર સમાન મિસાઈલો બનાવવાની ટેક્નોલોજી હવે સરકારી દીવાલો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભારતના ખાનગી ઉદ્યોગોના હાથમાં પણ સોંપવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયથી ડિફેન્સ સેક્ટરના દરવાજા પ્રાઈવેટ સેક્ટર માટે ખુલી ગયા છે, જે ભારતને વૈશ્વિક સ્તરે શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે. આ ટેક્નોલોજી ટ્રાન્સફર લાયકાત, સર્ટિફિકેશન અને નિયમનકારી ધોરણોને આધીન રહેશે. આ પગલાથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નવી તકો ઊભી થશે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન વધુ મજબૂત બનશે.