મણિપુરમાં હિંસાને કારણે 7 દિવસથી શાળા-બજાર બંધ
મણિપુરમાં હિંસાને કારણે 7 દિવસથી શાળા-બજાર બંધ
Published on: 17th September, 2026

મણિપુરમાં કુકી અને નાગા સમુદાયો વચ્ચે ચાલી રહેલા હિંસક સંઘર્ષને કારણે 7 પહાડી જિલ્લાઓ સાથે રાજ્યનો સંપર્ક કપાઈ ગયો છે. છેલ્લા 5 દિવસથી લોકો ભયભીત થઈને ઘરોમાં પુરાઈ રહ્યા છે, જેના કારણે શાળાઓ અને બજારો 7 દિવસથી બંધ છે. મેડિકલ ઇમરજન્સીમાં પણ મદદ મળી રહી નથી. અનેક વિસ્તારોમાં ખાંડ ₹450 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 4 દિવસમાં 6 કુકી લોકોની હત્યા કરવામાં આવી છે, જેના માટે કુકી સંગઠનોએ નાગા ઉગ્રવાદીઓ પર આરોપ લગાવ્યો છે.